દૂર રહીને વાતો કરવી સહેલી છે
સાથ નિભાવી જોયો હોત તો ખબર પડે
શું ચાલે છે આ આયખામા .
શબ્દો બહુ છે લખવા અને કહેવા
સમજીને જોયું હોત તો ખબર પડે .
નોધારો કરી જનાર ને ફક્ત સારીજ વાતો દેખાય છે
થોડું ઊંડાણ સુધી પહોંચે તો ખબર પડે
અંત સુધી પહોંચવા માટે અંત સુધી નો પ્રેમ જોઈએ
બાકી
દૂર રહીને વાતો કરવી સહેલી છે.
🙏 જીવો અને જીવવા દો