Gujarati Quote in Jokes by Jatin Bhatt... NIJ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે રેલવે ના ટુચકા :

એક નજરે જોયેલો કિસ્સો :
એક ટીનેજર કંઇક એબ્રોડ જતો હશે તો એને વિદાય આપવા ખાસુ ટોળું ભેગું થયું હતું, હસી મજાક ચાલતી હતી, દૂર થી ટ્રેઈન નો હોર્ન વાગ્યો તો આખું ટોળું ઈમોશનલ થઈ રડવા માંડ્યું, પછી ખબર પડી કે એ ગુડ્સ ટ્રેઈન હતી, એટલે ફરી પાછું હસી મજાક નો દોર ચાલ્યો, પાછો હોર્ન વાગ્યો ને ફરીથી રડારડ ચાલુ થઈ, ઉફ્ફ બીજી ટ્રેઈન નીકળી,
આવું બેત્રણ વખત થયું, આખા પ્લેટફોર્મ પર હસાહસી નો માહોલ સર્જાઈ ગયો , છેલ્લે પેલા છોકરાએ કહ્યું હવે કોઈ પણ ટ્રેઈન આવે હસતા જ રહેજો.....
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
રેલ્વે પ્લેટફોર્મ પર ના પંખા કાયમ બંધ કે પછી ધીમા કેમ હોય છે?
એટલા માટે કે શેડ પર બેઠેલા કબૂતરો અને કાબરો ડિસ્ટર્બ ન થાય ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
ફર્સ્ટ ટાઈમ ટ્રેઈન માં જઈ રહેલો ભુરિયો ઇન્કવાયરી વિન્ડો પાસે જઈને અંદર ફાંફાં મારતો હતો!
મેં પૂછ્યું તો કહે: ' એનાઉસમેન્ટ વાળી ને શોધું છું, જો ને ગુજરાતી, હિંદી ને ઈંગ્લીશ ભાષા પર કેટલો સરસ કાબુ છે, ને પાછો આટલો સરસ અવાજ પણ છે તો ચહેરો કેટલો સુંદર હશે ?'
મેં સમજ પાડી કે: ’આ બધું કમ્પ્યુટરની કમાલ હોય છે, હાં બકા'...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
ભુરિયો રેલ્વે પ્લેટફોર્મ પર ઉભો હતો, સામે બોર્ડ વાંચ્યું,:
કચરો દેખાય તો તત્કાલ ફોટો પાડી આ નંબર પર વોટ્સએપ કરો,
ભુરીયાએ તરત જ કચરાનો ફોટો પાડી ને એ વોટ્સએપ નંબર પર અપલોડ કર્યો,
બીજી દસ મિનિટ માં જ આપણા આ ભુરીયાભાઈ ને બે અધિકારીઓએ પ્લેટફોર્મ પર જ ઊઠબેસ કરાવી,
અધિકારીઓને પૂછ્યું તો આખી હિસ્ટરી કીધી અને પછી કચરાનો ફોટો બતાવ્યો,
એ ફોટો તો સાથે અપડાઉન કરતા ભુરીયા નો ભાઈબંધ કચરા નો હતો ....
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
બાકી મેં એક વાત નોટિસ કરી કે ઇન્ડિયન રેલ બદલાઈ રહી છે...
એ વાતો પછી કરીશું,(એટલે કે હજુ એક લેખ તમારા માથે મારીશ 😄)
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111837622
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now