કદ લમો ને રંગ આય મુંજો થાડો કારો
મુ પેન્ઢ કે લગા વેઠો આઉ થોડો ભોરો.
હાય હોય ભજા વેઠો ચે ધોડે વેઠો જી ઘોડો.
તકડ કમમે કરીયા વેઠો કેતે પૉજા ન મોડો.
ચે વેઠા રજા રખે ને તો કમ તુ કરીયે વેઠો બોરો.
કમ પૂઠીયા ઍતરો ચરયો થ્યો ખણે નતો પોરો.
ઉંમર ના અધ્ધ ને કમ કરેજા બાકી અઈ ગચ.
વડપણ મેં વિણુ આય મેળાવે મેં ધોખાય ને મચ.
નર ચે હલે અંગ ત્યાં સુધી હલી ગેનો પોય વેણું ઈ સચ.
કાયા બરી ને રાખ થીધી અનંત છેલ્લી વાટ હુધી.
પોય તો મડે સંભારે રે જી ગાલિયું હુધી.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર