મનમાં થાય છે કેટલાય સવાલ પણ જવાબ માત્ર ને માત્ર તું જ છે
હૃદયમાં જ્યાં સુધી છે આ કંપન...
હોઠો પર બસ તારું જ રટણ છે... બિંદુ
થંભુ જો ક્યાંય તો રાહ બતાવનાર "દ્વારકાધીશ" તું જ છે
મારી હારે રહે તું તારા થકી ને તારી જ નિમિત છું હું
દરેક કાર્યમાં બસ ચાલુ અડગ આ પથરાળી રાહ પર..
છોલાવ,ઘવાવ કે પછી પછડાવ તો ફિકર નથી મને મારી
કારણકે હું જાણું છું કે એ માર્ગનું અંતિમ ધ્યેય પણ તું જ છે
માટે જીવન રૂપિ આ માયાજાળમાં ક્યાંય અટકાવ, ક્યાંય ન ફસાવ એના માટે પણ મારું ધ્યાન રાખનાર તું જ છે ...
હે દ્વારકાધીશ ! તું છે એથી વિશેષ બીજું શું છે ...
હું રળુ તો મને હસાવનાર પણ તું જ છે...
હું જો હોઉં નિરાશામાં તો એમાં થી ઉગારનારેય તું જ છે..
હે દ્વારકાધીશ! તું છે એથી વિશેષ બીજું શું છે.. બિંદુ.
05:04 AM
#Krishna