🙏🏻 Mahavir No Karmvaad🙏🏻
Part 2
👉 આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગનાં કર્મોનો ગુણાકાર થઈ જશે.
👉 જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.
👉 બંને સંબંધો સમતાભાવે વેઠવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ.
👉 ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી.
👉 મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકાર કરવું.
👉 આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.
👉 ખુદ મહાવીર ભગવાનને એમનાં *દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં.* તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ? જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ?
👉 તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ?
👉 *પાર્શ્વનાથ ભગવાન* ને એમના સગા ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.
👉 ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો *ખુદનો દીકરો* જ તેમના વિરુદ્ધમાં હતો.
👉 *ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.
👉 આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે *કસોટી તો સોનાની જ હોય, પિત્તળની ના હોય.*
👉 અગર હું પિત્તળની કક્ષામાં છું, તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું. જો હું સોનાની કક્ષામાં છું તો *જાતને* ભગવાનને ભરોસે છોડી દેવી.
👉 આ જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે *વ્યક્તિ* ઉપર કે *નિમિત્ત* ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય, છતાં બને તેટલાં જલ્દી ભાનમાં આવી જઈ હૃદયથી દુશ્મનની પણ ક્ષમા માંગી લેવી.*
🙏 બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેઠાશે.🙏🏻