તારું આવવું મને મળવા ને આંખો બંધ કરવી,
ના બોલે તું છતાં તારી મહેંક થી તું ઓળખાઈ.
કયારેક વાતોથી ક્યારેક વિચારો થી થાતી લડાઈ,
ન બોલતી ને ચાલી જતી નહીં બોલું કહીં ને રીસાઈ.
આંખોમાં કાજલ અને ભાલે શોભતી તારી બિન્દી,
રસ્તે ઊભી રસ્તો રોકતી તો પગ પગ સાથે ચાલતી.
સ્નેહના સમણાં પણ ક્યારેક જાગતી આંખે આવી જાય.
કહે નર આ વાત હવે તને હવે મારાથી કેમ સમજાવાય.
નર