આટલા વર્ષો ક્યાં સરી પડ્યા, જાણે આંખ ના પલકારા મા ખરી પડ્યા,
હજુ ક્યા મે જાણ્યો છે તને ,
હજુ ક્યા મે માંણ્યો છે તને ,
તૃષ્ણા હજી એમ ની એમ જ રહી
માણસ છો કે મૃગજળ એમ જકહીશ,
ઘણી વાતો છે અધૂરી
ઘણી માંગણી નથી થઇ પૂરી
સમય નથી મળતો તને અને મને
તારા સાથે નો દિવસ એકેય ન હતો કમને,
હજુ થોડુ જીવવું છે મને,
હજુ થોડુ ઝુમવું છે મને,
હજુ થોડી બાકી છે મુલાકાતો
હજુ થોડી કરવી છે વાતો,
તું અને હું માથી આપણે ની વાતો
બહુ નાનું જીવન અને બહુ ઓછી મુલાકાતો💙
રહેજે અહીજ બસ મારી જ પાસે
તને જ જંખુ જીવન ના એકેક શ્વાસે