#Shiva
શિવ એટલે નિરાકાર ,નિર્લેપ, એક યોગી ,સંસારના સુખ ત્યજીને પણ સંસારી ! યોગમાં તલ્લીન રહી ને પણ સંસાર ચક્રમાં વિક્ષેપ ના પડે એનું નિરંતર ધ્યાન રાખવું, શિવ કોની સાધના કરે છે? એ પ્રશ્ન વારંવાર થતો હોય છે, મારા વિચાર મુજબ શિવ એ ૐ નું ઉચ્ચારણ કરી ધ્યાનસ્થ રહે, એક તરફ જોઈએ તો શિવ અને વિષ્ણુ એ બન્ને એકબીજાના પૂરક હોય એવું લાગે બને નું ઉદગમસ્થાન ૐ. .
બનાવી દીધો મને એક આકાર
નથી મુજને જન્મ એક સાકાર
સવાલો જન્મ્યા અનેક હજાર
જવાબ આપ્યા બની શિવ આકાર.
©
હર્ષા દલવાડી તનુ
જામનગર