શંકાની સોય,,,,,
શંકાની સોય જ્યાં હાજર હોય
ત્યાં ભલા જિંદગીની કેવી હાલત હોય!
પલ પલ વિશ્વાસ ની ડોરના પગલે તો
જિંદગીના સ્નેહના તાંતણા ગૂથાતાં હોય છે ,
એમાં જો પડે શંકાની સોય તો
જિંદગી ગૂંથાવા ને બદલે વેર વિખેર થાય છે,
પ્રેમ મૂળ ઔષધ સર્વ રોગોનું
શંકાની સોયનું ઔષધ નહીં ક્યાંય વિશ્વમાં.
શંકાની સોય જ્યાં હાજર હોય
ત્યાં ભલા જિંદગીની કેવી હાલત હોય!
✍️...© drdhbhatt...