તું જ કહે, હું કેમ કરી સહુ?
દંભી ખુશીઓ સ્વીકાર કરું?
રક્તરંજીત હર્દય લઈને ફરું,
તો પણ હું ઉંહકાર ન કરું!
ખામોશી પિંખે ગિધ્ધ થઈ,
ને તોય હું ચિત્કાર ન કરું?
કાચ સમ વિછિન્ન શમણાંઓ,
શું એ પણ તુજ ઉપકાર ગણુ?
ઊગતી ઈચ્છાઓનો અગ્નિસંસ્કાર,
શું આંસુઓને જ ધબકાર કહું?
✍️ સરગમ
-Priyanka Chauhan