રસ્તાની બાજુમાં વાણીયાની નાની એક દુકાન હતી..
અચાનક એની સામે એક મોટો સ્ટોર ખુલી ગયો. અને સ્ટોર વાળાએ બોર્ડ લટકાવ્યું ધી 500 રૂપિયા કિલો..
વાણીયા એ પણ બોર્ડ લટકાવ્યું ધી 450 રૂપિયા કિલો ...
સ્ટોર વાળાએ બીજા દિવસે ફરીથી બોર્ડ બદલ્યું ધી 400 રૂપિયા કિલો..
વાણીયાએ ફરીથી બોર્ડ પર લખ્યું ધી 350 રૂપિયા કિલો...
આ રોજની લડાઈ જોઈને મેં દુકાનદારને સમજાવ્યું કે " શેઠ.. તે એક મોટો સ્ટોર છે. તે નુકશાન પણ સહન કરી લેશે.. તમે તેની સાથે લાંબો સમય હરીફાઈ નહીં કરી શકો. માટે તેની સરખામણી ન કરો. તમને નુકશાન થશે..
દુકાનદાર મારી સામે થોડી વાર જોઈ રહ્યા.પછી કહ્યું ... સાહેબ.. હું ધી રાખતો જ નથી..!! આતો ક્યાં સુધી ભાવ ઉતારે છે તે જોઉં છું. દિવાળી આવે છે એટલે મીઠાઇ બનાવવા મારે ધી લેવું છે..!!