ભેઠે રાખો તલવાર માથે કેસરીયો સાફો બાંધો,
ભાલે લાલ તિલક હાથે ભમરિયો ભાલો લાંબો.
આંખે અંગારા જરે મૂંછ પર શોભે વાકળીયો વટ,
હાથી ઘોડા પર કરી સવારી આવે ત્યારે ધ્રુજે ધરા પટ.
કડાકાભડાકા કરતા ક્ષત્રિય શુરવીરો જ્યારે આવે,
માતૃભૂમિ ને કાજે જ્યારે હસતાં હસતાં શિશ ચડાવે.
જય માતાજી જય ભવાની ના વિજય નાદ એ ગાવે,
કહે નર ત્યારે ગામને પાદરે સુરાપુરા થઈ એ હજી પુજાય.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા