મારું અસ્ત્ર શસ્ત્ર આ જ છે,
વિજય- હાર તારે આધિન છે!
જ્યાં જ્યાં લખું જે કંઈ લખું,
સમભાવે હૃદયથી બઘું લખું,
એવું કંઈક લખું કે ,
નાચે મારું અંતરમન ,
સૌના દિલને શાતા આપુ,
માર્ગ નવો દેખાડું,
વિજયા દશમીનાં શુભ મુહૂર્તમાં
પૂજા મારાં અસ્ત્ર શસ્ત્રની
સદા બનુ હુ વિજયી
સૌ સુખે રહે; બને વિજયી.
જાગૃતિ પંડ્યા આણંદ, 'શિવોહમ્ '
-Jagruti Pandya