હું મુઠ્ઠીભર માંગુ અને તું આસમાન આપી દે...
તારાથી વિશેષ વ્હાલ કોણ કરે હે માં !
મારા કહ્યા પહેલા જ તું સઘળું સમજી લે
એનાથી વિશેષ વ્હાલ કોણ કરે હે માં...
મારા અસ્તિત્વનો અહેસાસ મને હર એક ક્ષણે કરાવે
એનાથી વધારે વિશેષ તારો આશીર્વાદ શું હોય હે માં ! ... બિંદુ
દુનિયા તો આ નવ દિવસ તારું પૂજન અર્ચન કરે
પણ મને તો તે મારા બાળકોના હૃદયમાં સ્થાન આપ્યું
એનાથી વિશેષ શું હોય હે માં !
હું જાણું છું કે હું કંઈ જ નથી તેમ છતાં
મને આટલી પ્રસિદ્ધિ અપાવે એની પાછળ તું જ તો છે હે માં !
હું બસ એટલું જ ઈચ્છું છું કે મારા હર એક પળમાં
તારી છાયા રહે માં તારો હાથ સદાય મારી માથે રહે મારી માં ચામુંડા !
હે માં ચામુંડા બસ સદાય મારી સાથે રહેજે તું.... બિંદુ
(આજ આઠમા નોરતાના દિવસે માતાજીના ચરણોમાં મારી એક નાનકડી રચના અર્પણ...૦૪:૦૫
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
-Bindu.