ગલીએ ગઢશીશા ની યાદો જુની સચવાયેલી,
મિત્રો સાથે જયા પળ પળ અહીં વહેંચાયેલી.
નથી ભુલાતી હદયમાં રહેલાં મિત્રોની મસ્તી,
નદી કાંઠે વહેતા પાણીમાં સ્નેહની તરતી કસ્તી.
વાડીની વાડ કુદી ને ખાધેલી કાચી કેરી ને આંબલી,
નાસ્તામાં સમોસા ભેલને ગઢશીશાની પ્રખ્યાત ડાબેલી.
નવરાત્રી મહોત્સવમાં જામે જ્યાં રમઝટ રાસની
કહે નર ગૂંજે ગઢશીશા માં જ્યાં ધુન અંબે નામની.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા