સાલુ બહુ કન્ફ્યુંજન છે, કયુ સાચું ને કયુ ખોટું,
જુઓ ને,
એક બાજુ કોઈ મજૂર ફાટેલો જીન્સ પહેરીને કામ કરતો જોવા મળે તો બીજી બાજુ આપણાજ છોકરાઓ ફેશન ના નામે ફાટેલા જીન્સ પહેરે છે,...
એક બાજુ પેટ્રોલ ના ભાવવધારા ની બૂમરાણ તો બીજી બાજુ મોટર કંપની વાળાઓના વધતા નફાના આંકડા,...
એક બાજુ મમ્મી ની બૂમરાણ કે છોકરાઓ મોબાઈલ છોડતા નથી તો બીજી બાજુ સોશિયલ મીડિયા ગ્રુપો માં સૌથી એક્ટિવ પાછી એજ હોય,...
એક બાજુ વહુ ને ટોક ટોક કરવાનું તો બીજી બાજુ દીકરી ને એજ વસ્તુ ટોર્ચરીંગ લાગે,...
એક બાજુ સારી હોટેલમાં ફ્રી મિનરલ વોટર આપતા હોય છે છતાં બિસ્લેરી માંગશે અને એ જ જણ ફૂટપાથ પર ઊભેલી પાણીપુરી ના ગલ્લા પરથી ટેસ થી પાણીપુરી ખાશે,...
એક બાજુ લોકો ભારત માં વસ્તી બહુ બધી ગઇ છે એવી ફરિયાદો કરે ને બીજી બાજુ હજુ હમણાં જ પરણેલો છોકરો જલ્દી છોકરાવાળો થાય એવી ઈચ્છા પણ રાખે છે ,...
એક બાજુ 18 વરસે છોકરાને છૂટો મુકી દેવાનો બિલકુલ અમેરિકા જેવું જેથી એ જાતે ડેવલપ થઈ શકે , ને એનું અભિમાન લેવું, ને બીજી બાજુ ઘરડા ઘર બહુ ખુલી ગયા છે એની રાડારાડ કરવી,...
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995