વાણીયાએ વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી. વકીલનો લેંઘો ફાટી ગયો,
વકીલ:- તે મારો ૫૦૦₹નો લેંઘો ફાડી નાખ્યો!! અત્યારે જ મારા ૫૦૦₹ આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.
વાણિયો:- અરે સાયબ, એવી નાની અમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય, લ્યો આ તમારા ૫૦૦₹ , એમ કહીને વકીલને ૫૦૦₹ આપી દીધા.
વકીલ ચાલવા લાગ્યો એટલે વાણિયાએ વકીલને રોકી રાખ્યો ને બોલ્યો
વાણિયો:- એ સાઇબ, એમ હાલવા ક્યાં માંડ્યા?? મે તમને લેંઘાના ૫૦૦₹ આપી દીધા ને!!! એટલે ઇ લેંઘો મારો કેવાય, અત્યારે જ લાવો મારો લેંઘો કાઢો !!
વકીલ:- એલા ઇ મારે કેમ કાઢવો?? મે નીચે કાઈ નથી પહેર્યું!!
વાણિયો:- તો એમાં હું શું કરું??
વકીલ:- આ...લે.. તારા ૫૦૦₹
વાણિયો:- "હવે મારે ઇ લેંઘો ૧૦૦૦₹ નીચે નથી વેચવો."
બોધપાઠ :- વાણિયા સામે અત્યાર સુધીમાં કોઈ ખાટી ને ગયું નથી.
😎😎😎😎