હે માં ચામુંડા હે જગ જનની
હે માં શું કહું હું તારી કૃપા વિશે
શબ્દો પણ ઓછા પડે જ્યારે તારા વિશે વિચારું
હે માં તું છો પ્રેમનો અવિરત સાગર
માં તારી કૃપા નો કોઈ પાર નથી
હું છું બાળ તારો
સદા રાખજે મારા માથા પર હાથ તારો
તારા આશીર્વાદની છે મને અભિલાષા સતત એને જ હું ઝંખું છું માં
તું છો સર્વ શક્તિમાન તારી કૃપાનો નથી કોઈ પાળ
તારા સ્પંદન નું અનુભવ કરું છું હું મારા વ્યક્તિત્વમાં
ક્યારેક બનું છું હું શક્તિ તો ક્યારેક બનું છું હું કાલિકા
વિશ્વાસ છે મને તારા પર કે તારી છત્રછાયા સદાય રહેશે મારા પર
ભટકું જો ભૂલથી પણ તો માડી તું મને સાચવી લેજે
પણ સંગ સદાય રેહજે
આ જગને તો વાતના વતેસર ની જોને ટેવ પડી
પણ મને તો માડી તારા જ રટણની જ જોને આદત પડી
વિસરું જો હું તારું રટણ તો હોય આ શ્વાસની એ અંતિમ ક્ષણ
હે માં તારી કૃપા અપરંપાર અવિરત અમારા પર વહેતી રહે
બસ એ જ હૃદયની ઈચ્છા છે તું સદાય રેજેસંગ અમારે
બિંદુ અનુરાગ...
-Bindu _Anurag