જવાબદારી નીચે લાખો
સપના દફનાવીને બેઠો છું
હજારો તોફાનો મારા
અંદર સમાવીને બેઠો છું
કઠણ કાળજા સાથે
મીણ જેવું હ્રદય લઈ ને બેઠો છું
સમજુ છું પણ બોલીના શકું
એવી લાગણીઓ લઈને બેઠો છું
સમુદ્ર છે મારી આંખોમાં પણ આંસુઓનો
પણ હોઠો પર સદા મુસ્કાન લઈને બેઠો છું
પિતા છું, પતિ છું,દિકરો છું આ બધા વચ્ચે
હું પણ એક માણસ છું એ ભૂલીને બેઠો છું
ભૂલી જવું છે મારે ય બધું
પણ હું પુરુષ છું એ યાદ રાખી બેઠો છું
-Dave Yogita