Gujarati Quote in Religious by Mahendra Sharma

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિડ્યોમાં એક કથાકાર એમની કથામાં આવું કંઇક બોલ્યા.

કૃષ્ણ હનુમાનને કુરુક્ષેત્ર આવવા માટે આમંત્રણ આપે છે અને પાંડવોને મદદ કરવા કહે છે.

હનુમાન કહે છે કે હું શ્રીરામને આધીન છું, એટલે હું નહીં આવું પણ મારી પ્રતિકૃતિ ધજા સ્વરૂપે લઈ જાઓ અને અર્જુનના રથ પર લગાડી દેજો.

કૃષ્ણ એ ધજા અર્જુનના રથ પર લગાડે છે અને યુદ્ધ માટે રથ લઈ જાય છે.

પણ અર્જુન યુદ્ધ શરૂ થતાં પહેલાં હિતોત્સહ થઈને નીચે બેસી જાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે.

પછી કૃષ્ણને જ્ઞાત થાય છે કે હનુમાન ધજા સ્વરૂપે અર્જુનને ઊર્જા આપી નથી રહ્યા, કદાચ કંઇક ખૂટે છે.

એટલે એમને યાદ આવે છે કે તેઓએ રામ સ્વરૂપે રાવણ સામેના યુદ્ધમાં હનુમાનને યુદ્ધ વચ્ચે પ્રવચન આપેલું.

એટલે હજી પણ હનુમાનને ઊર્જા પ્રસાર માટે પ્રવચન આપવું પડશે.

તો શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનું પ્રવચન શરૂ કરે છે, એટલે હનુમાનની ઊર્જા જાગૃત થાય છે અને તેઓ અર્જુનને ઊર્જા આપે છે.

એટલે ભગવદ્ ગીતા અર્જુન માટે નહીં પણ હનુમાનને સંભળાવવા માટે કૃષ્ણ મારફતે કહેવામાં આવી.

આ વાત મહાભારતમાં છે?
કે પછી કથાકારો બસ મનોરંજન માટે કંઈ પણ સંભળાવે છે?

Gujarati Religious by Mahendra Sharma : 111834253
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now