જિંદગી અગર એક જંગ છે તો, છેક સુધી લડી લેવામા મજા છે,
ક્યારેક હારી જવામાં મજા છે તો, ક્યારેક જીતી જવામાં મજા છે.
શબ્દોતો હશે,છાતી ચીરીને નીકળી જાય એવા તીક્ષ્ણ ને ધારદાર,
ક્યારેક હસી જવામાં મજા છે તો ,ક્યારેક ખસી જવામાં મજાછે
સત્તા ને સંપતિ પણ શૂન્ય થઇ જાય છે, પ્રતાપી પ્રતિભા સામે,
ક્યારેક ખમી જવામાં મજા છે,તો ક્યારેક નમી જવામાં મજા છે.
✍️Nirmal Rathod
Coordinator of Gyan Munch