પ્રેમ કદીએ ના કરવો એમ તો સૌ કહી દેશે અહીં.
પણ થઈ જાય પ્રેમ તો શું કરવું એ કોણ કહેશે કહો?
રડવું નહીં કોઈ પાસે એમ તો સૌ કહી દેશે અહીં.
પણ ઉતરે ના આંસુ અંદર તો શું કરવું એ કોણ કહેશે કહો?
ઊબડખાબડ રસ્તે ચાલવું નહીં વાગશે ઠોકર એમ તો સૌ કહી દેશે અહીં.
પણ વાગી જાય ઠોકર તો શું કરવું એ કોણ કહેશે કહો?
અંતર કોઈ પાસે ખોલવું નહીં એમ તો સૌ કહી દેશે અહીં.
પણ ખૂલી જાય અંતર તો શું કરવું એ કોણ કહેશે કહો?
અપમાન કોઈનું કરવું નહીં એમ તો સૌ કહી દેશે અહીં.
પણ કરી જાય કોઈ અપમાન તો શું કરવું એ કોણ કહેશે કહો?
નિર્મલ રાઠોડ