તું પુરુષ છે.
બહારથી કઠણ પણ અંદર થી નરમ.
નારિયેળ જેવો
તું પુરુષ છે.
સાસુ વહુ ની લડાઈ માં
સેન્ડવીચ બનતો
તું પુરુષ છે.
સંતાનો સામે આંખો કાઢતો,
એ જ સંતાનો માટે કામ કરતો ,
તું પુરુષ છે.
છો તો ઘરનો મોભી,
પણ દીકરી સાથે બાળક બની રમતો,
તું પુરુષ છે.
જવાબદારીની વચ્ચે ,ભલે ભૂલી જતો તું લગ્નની , જન્મ દિવસની તારીખો.
પણ ઘર ને એક સારી જીંદગી આપવાનું ન ભૂલતો,
તું એક પુરુષ છે.
ભલે તું બતાવ કે તું ઓફિસર,
પણ ઘરે ક્યારેક શેફ બન્યાનું સંતાડતો,
તું પુરુષ છે.
બુટ મોજાં, ટિફિન માટે રોજ ભલે ખડે પગે રાખતો
પણ પત્નીની બીમારીમાં ખડે પગે રહેતો .
તું એક પુરુષ છે.
નથી કળાતું જે તારા ચહેરા પર
તે તારા ચપ્પલ કહી દે છે.
ઘરનાં સપનાંઓ પુરા કરવા તું કેટલો ઘસાયો!!
તું એક પુરુષ છે.
હોય ભલે અંદરથી ઘવાયેલો,
પણ બહાર તો બાહુબલી જ છે.
તું એક પુરુષ છે.
વાતો ભલે કરતો હોય મર્દાનગીની
પણ દિલ આપી હારી જતો,
તું એક પુરુષ છે.
ક્યારેક કોઈ કહે તું શેતાન,
પણ હું તો કહું આ માણસ જાત.
તેમાં પુરુષ આખી જાતની ક્યાં આવી વાત ??
તું એક પુરુષ છે.