Gujarati Quote in Poem by મહેશ ઠાકર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માર્યું હો જેમ તાળું સજ્જડ ભીડ્યાં કમાડે,
હું પણ છું સાવ એવો; છે કોઈ જે ઉઘાડે?

જન્મ્યો ટપાલ થઈને હું માંડમાંડ ત્યાં તો,
દુનિયા ચડી ગઈ છે ઈમે’લના રવાડે!

ઇચ્છાની સૌ અહલ્યા રઘવાઈ થઈ ગઈ છે,
ભીતરનો રામ જબરો, ચરણો જ ના અડાડે!

એ કામ શંખ ફૂંકી કરવું પડે છે કાયમ,
જે કામ થઈ શકે નહિ અહીં વાંસળી વગાડે.

આવું સમયની બાબત પણ થાય, કેવું સારું
દુકાનદાર માફક પ્હેલા એ પળ ચખાડે!

~ અનિલ ચાવડા

Gujarati Poem by મહેશ ઠાકર : 111833558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now