Gujarati Quote in News by sangeeakhil

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જામીન બનો અને પૈસા કમાવો

ગુનાખોરી દિવસે દિવસે વધતી જાય છે, તેને ડામવા માટે પોલીસતંત્ર અને ન્યાયતંત્ર બનતા પ્રયત્નો કરે છે. પોલીસતંત્ર અને ન્યાયતંત્રના બધા જ અધિકારીઓ પ્રયત્ન કરે છે તેવું પણ નથી. કારણ કે અમુક અધિકારી માટે આ પૈસા કમાવાનો રસ્તો બની ગયો છે.

પોલીસ સ્ટેશનમાં જામીન આપવાના થાય ત્યારે પોલીસ અધિકારી જ આરોપીને જામીન કરી આપતી હોય છે. જેમાં જામીનનો ભાવ ગુના પ્રમાણે અને માણસની કિંમત પ્રમાણે થતો હોય છે. તેવી રીતે જ્યારે અદાલતમાં જામીન આપવાના થાય છે ત્યારે વકિલ જ આરોપીને જામીનનું સેટલમેન્ટ કરી આપતા હોય છે. આરોપીએ તેના માટે થોડા વધારે પૈસા આપવા પડતાં હોય છે. જેનાથી જામીનદારને ગેરકાયદેસર એક નવો વ્યવસાય મળી જાય છે. "જામીન બનો અને પૈસા કમાવો."

આ ગેરકાયદેસર વ્યવસાયથી જામીનદાર રોજના એક હજારથી લઈને પાંચ કે દસ હજાર મેળવી લેતા હોય છે. બસ જામીનદાર બનવા માટેની શરત એક જ છે કે તે દસ્તાવેજી ખાતેદાર હોવો જોઈએ. આ ગેરકાયદેસર વ્યવસાયમાં પોલીસ સ્ટેશનના જામીનનો ભાવ જુદો હોય છે અને મામલતદાર કે કલેક્ટર કચેરીના જામીનનો ભાવ જુદો હોય છે. આ ભાવ મોટા ભાગે વકિલો જ કરી આપતા હોય છે. ગુજરાતના ઘણાં કોર્ટ કેસમાં અને પોલીસ કેસમાં આ ભાવતાલ ચાલે છે. એટલાં માટે જ ગુનેગારોને મોકલો માર્ગ મળી ગયો છે, અને તેનાં લીધે ગુનાખોરી દિવસે દિવસે વધતી જાય છે.

By A. M. Kamejaleeya

Gujarati News by sangeeakhil : 111833293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now