Gujarati Quote in Motivational by SUNIL ANJARIA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વાત કરું યોગ, ધ્યાન અને વૉક ની.
હું 2017માં નિવૃત્ત થયો ત્યારથી ખાસ કામ હોય તે સિવાય રોજ યોગ કરું છું. મારા પલ્સ 58 થી 60 વચ્ચે હોય છે. સામાન્ય માણસના આદર્શ પલ્સ 70 આસપાસ કહેવાય છે. 60 થી 100 નોર્મલ.
હવે, પુત્રએ એક ટાઇટન ની ડિજિટલ વૉચ આપી જેમાં પલ્સ, કેલરી, સ્ટ્રેસ વગેરે માપતું રહે. તે હાથે પહેરી રાખવાની. મોબાઈલ માં તેનું રેકોર્ડિંગ પણ રહે.
સવારે હમણાં જ કોઈ ફૂડ ઇન્ફેક્શન થી ઉઠ્યો હોઈ એકદમ રેસ્ટ વખતે 48 પલ્સ જોયા. પછી તબિયત સામાન્ય થતાં પોતાની મેળે 58 આસપાસ સ્થિર થઈ ગયા. એટલે શરીર પોતે પોતાની મેળે ઝેર અલગ અલગ રીતે બાળે પછી પોતે પોતાની મેળે રેસ્ટ પણ લઈ લે તે જાણી તાજ્જુબી થઈ.
હું બુક વાંચતો અર્ધો આડો પડેલો ત્યારે પણ 48 થી 49 પલ્સ હતા. તે જોઈ મેં ત્રણ માળ ચડીને ઉતરવાનું કર્યું. પહેલી વાર ચડ્યો તે સમયે પલ્સ 90 ઉપર ગયેલા. પછી રેસ્ટ લઈ બીજી 4 વાર. પલ્સ એવરેજ 78 થી 80. 5 મિનિટ પછી રેગ્યુલર, 58 થી 60 વચ્ચે રહ્યા.
સાંજે યોગ બોર્ડ વાળું જેને તમે અતિ સરળ મોડ્યુલ કહી શકો તેમાં એક તબક્કે 88 ટચ કરેલા. સમય મુજબ કદાચ 6 સૂર્ય નમસ્કાર કે સર્વાંગ, મત્સ્ય કે ચક્ર આસન વખતે હશે . એટલે સાવ નિર્દોષ લાગતો યોગ પણ કેલરી પૂરતી બાળે છે અને પલ્સ વધારે છે, શૂટ અપ કરે છે.
ત્યાર પછી ધ્યાન કર્યું. માત્ર 15 થી 17 મિનિટ. હું ખાલી નિર્વિચાર થાય એ સ્ટેજ સુધી જ પહોંચું છું. આગળ જવાય પણ જતો નથી. તે સમય દરમ્યાન એક તબક્કે 43 સુધી પહોંચેલા! હાર્ટ રેસ્ટ લેતું હતું. એ હિસાબે જો વ્યવસ્થિત, તમારો શ્વાસ જોતાં કે શરીર પરનાં સંવેદનો નું નિરીક્ષણ કરતા હળવા થવા માંડો તો પેલું થીટા વેવ વાળું સ્ટેજ આવતું હશે. ત્યારે.. બાપ રે.. કેટલા ઓછા પલ્સ હોતા હશે?
4.8 કિમી/ કલાક ની સ્પીડે 2.5 કિમી ચાલ્યો ત્યારે પણ એક તબક્કે 75 સેટ થઇ 83 સુધી પહોંચેલા અને રેસ્ટ, આજુબાજુ નીરખતા બેસીએ તે 3 મિનિટમાં 63 થી 60 વચ્ચે આવી ગયેલા.
ડિજિટલ વોચ અને મોબાઈલ ની આ અજાયબીએ મને જ્ઞાન આપ્યું કે યોગ, વોક, ધ્યાન કેટલો ફાયદો કરી શકે છે અને કેટલી કસરત આપી શકે છે.

Gujarati Motivational by SUNIL ANJARIA : 111833169
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now