પ્રેરણાદાયક કવિતા
ખરું કહું સપનાં કદી સાચા નથી પડતાં,
પણ જાગતાં જોયેલાં ખોટાં નથી પડતાં.
પંખીઓના આભમાં પગલાં નથી પડતાં,
તેથી બીજા પંખીઓ ભૂલા નથી પડતાં.
જ્યારે પડે ત્યારે જ પડે સદા નથી પડતાં ,
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતાં.
એ રાહ ના રાહી કરી છૂટા નથી પડતાં,
જે રાહ ના આગળ જતાં ફાંટા નથી પડતાં.
તકદીર માં તક જ છે , તું તકલીફ માં તક શોધ,
તકલીફ માં તક શોધે તે કદી પાછા નથી પડતાં.
દિલ "ના "કહે તે કાર્ય હું કરતો નથી કદી ,
આથી, મને તકદીર ના ફટકા નથી પડતાં.
આંબા ને સહન કરવા પડે ઘાવ પરંતુ,
પરોપકાર માં આંબા કદી પાછા નથી પડતાં.
રચયિતા: સુરેન્દ્રસિંહજી રાઓલ