Gujarati Quote in News by SUNIL ANJARIA

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈકાલે અહીં બેંગલોર પ્રેસ્ટીજ લેક વ્યુ ખાતે ઓણમ સેલિબ્રેશન માં સાંજે શોભા યાત્રા ઉપરાંત ચિંગરી એટલે તેમનાં મૃદંગ અને પખાજ જેવાં વાજિંત્ર નો શો અને પછી તેમની કુસ્તીઓ, કલારી પટ્ટુ માર્શલ આર્ટ ના ખેલ જોયા. લાકડીઓ, દંડ, સાદી લોખંડની પટ્ટીઓ, તલવાર અને ઢાલ સાથે લડાઈ તથા સેલ્ફ ડિફેન્સ ના ખેલો જોયા. એક તબક્કે બાળકોને hand lock ની ટ્રિક બતાવી બે બે ના ગ્રુપમાં લડવા બોલાવ્યાં.
ખૂબ મઝા આવી બે કલાક ક્યાં નીકળી ગયા તે ખબર ન પડી. બહાર રાજકોટના જન્માષ્ટમી મેળા જેવા સ્ટોલ્સ હતા જેમાં હાથે પેન્ટ કરેલ કપ રકાબીઓ , ફ્રેમ જેવી ચીજો, ખાવા પીવાની ચીજોના સ્ટોલ પર ભીડ હતી.
મોટી વસાહત અને બધા બહારથી આવેલાઓ એટલે પૂરા મિલનસાર. આવા ઉત્સવો અહીં પૂરા ઉત્સાહથી અને પૂરા પ્લાનિંગ થી ઉજવાય છે.
દરેક વિડિયો જુઓ. લિંક કોપી કરી છે તે જુઓ.
https://photos.app.goo.gl/WGqEFX2K5nWpMtse7

Gujarati News by SUNIL ANJARIA : 111832819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now