*આજે સાતમ નું શ્રાધ્ધ* ૧૬-૯-૨૦૨૨
આ જગતથી જુદા આપણે થયાં,
મમ્મી, પપ્પા તમને વંદન કરું છું
આજે સાતમ નું શ્રાધ્ધ છે
પિતૃઓ તમને દિલથી નમન કરીએ છીએ
અમારે માથે આશિષ રાખો
અજાણી જગ્યાએ આપ
નવાં અવતારે અવતર્યા હશો
તમે માવતર છો,
અમે તમારાં બાળકો છીએ
તમે જ્યાં હોવ
તમારું જીવન સુખમય રહે
એવી અમારી પ્રાર્થના પ્રભુજી ને
મઝા જ મઝા રહે એવું માંગુ છું
આ જગતમાં તમે ક્યાંય હોવ
પણ તમે મારી નજીક છો
એવી અલૌકિક અનુભુતી થાય છે
નવાં અવતારે અવતર્યા હશો
તમારી સદા હું ઋણી રહીશ
ભાવના દિલથી એટલી જ
ફરી ફરી તમે માવતર રૂપે મળો
આજના આ શ્રાધ્ધ નાં દિવસે
તમારાં ચરણકમળમાં પ્રણામ કરું છું.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖