બંધ આંખોમાં કોઈ રમી જાય છે,
હોઠો થી હસી બની સરકી જાય છે,
કોણ છે એ...?
આંસુ કહુ હું,
ને એ ઝાકળ બની ઉડી જાય છે.....
આવન જાવન એની શ્ર્વાસો સંગ,
ફુલોમા છે મધુમાતો તરંગ,
કોણ છે એ.?
ખૂશ્બુ કહું હું,
ને એ હવા બની ઉડી જાય છે......
કલરવ એનો કાને ગુંજે,
ઉંચે આકાશે મસ્તી સુજે,
કોણ છે એ..?
પંખી કહું હું,
ને એ મન મારું ઉંચે ઉંડી જાય છે......
કવિતા વાર્તાકે કોઈ ગીત ગઝલ છે,
વાંચું લખું કે ગણગણુ ના સમજ ને,
કોણ છે એ..?
શબ્દો મારા કહું હું,
ને એ પ્રેમ રાગની બની જાય છે ....
-DOLI MODI..URJA