વાળ મથા ચડલ વેલા વયા
નરીયે મથા ઉતરધલ નેવા વયા
શેરીએ જા વઈધલ છેલ્લા વયા
ગામ છડે જડેં પા સેર મેં રયા.
ભાઈબંધે જા મેળાવા વયા
નીલી સીમજા સીમાડા વયા
તાજાં દુધ માખણ, ધી વયા
ગામ છડે જડેં પા સેર મેં રયા.
વડજી છાઈજા ઓટલા વયા
દેશી બાજર જા રોટલા વયા
અંગણમે ઢારેલ ખાટલા વયા
ગામ છડે જડેં પા સેર મેં રયા.
જમે મેં પંગત ને પાતરા વયા
ખટી આમરીજા કાતરા વયા
ધાઈજા ભરેલા ભંડારા વયા
ગામ છડે જડેં પા સેર મેં રયા.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર