Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરેખર બહું જ સારું લાગે છે, દિલ સાફ કરીને તો જો.
મોટો બોજ ઉતરી જાય છે, એકવાર માફ કરીને તો જો...

કેટલી અણગમતી વાતોને અંદર ભરી રાખીશ?
લોકોના શબ્દોથી પોતાને ક્યાં સુધી દુઃખી રાખીશ?
બીજાના ગુનાહને માટે કેમ પોતાને સજા આપીશ?
મનમાંથી બધીયે વાત બહાર કાઢીને તો જો... એકવાર માફ કરીને તો જો.

કંઈ ફેર નથી પડતો એમને તારા દુભાયેલા દિલનો,
કાફલો ભરેલો છે મોકો જોઈને બેઠેલા એ કાતિલનો,
તું પણ મુસ્કાનથી મુકાબલો કરી તો જો આ મહેફિલનો,
બીજાને બદલે પોતાને ખુશ રાખીને તો જો... એકવાર માફ કરીને તો જો.

બતાવી દે કે ક્ષમાપના એજ તારી પ્રચંડ શક્તિ હતી.
તારી ખુશીઓની જવાબદારી તારા પર જ નભતી હતી.
જાણે અંતરમાં અનુપમ શાંતિ ને ખુશીઓને ભરતી હતી.
આગળ વધી જિંદગીને ગળે લગાવી તો જો... એકવાર માફ કરીને તો જો.

જીવન કેવું વિશાળ લાગે છે, દિલનો દરિયો ભરીને તો જો.
માફી પ્રેમનો પર્યાય લાગે છે, એકવાર માફ કરીને તો જો...
- તેજસ

Gujarati Poem by તેજસ : 111832414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now