મિત્રતા તો મારી એ બહુ નિભાવે. કસોટી પણ બહુ કરે . ખબર છે યાર તારો નિયમ કસોટી તો સોના ની જ થાય . બકેટ લિસ્ટ ની ઈચ્છા જીવન માં પાર પડે એ ખુશી ની વાત છે. અમે ફકત અડધા કલાક માટે મમ્મી સૂતા હતા એટલે ગણપતિ વિસર્જન જોવા ઘર બહાર નીકળ્યા . ગણપતિ બાપ્પા ને વિદાય આપતા ટોળાં ના અજાણ્યા ગ્રુપ માં અમે જોડાઈ ગયા ને વરસતાં વરસાદ માં રસ્તા પર મન મૂકી ને નાચ્યાં . અમારી સાથે ઘર ના અન્ય લોકો ડાન્સ માં ના જોડાયા . અમે કહ્યું હતું અમારા ડાન્સ નો વિડીયો રેકોર્ડ કરજો. ઘરે રાખેલી નર્સ આ વિડીયો જોઈને બોલી ગટ્સ વાળી છે. ડાન્સ તો કોઈ પણ કરે પણ જે પરિસ્તિથી માં તું ડાન્સ કરે છે એ દરેક ના બસ ની વાત નથી. અમે ફકત વિચાર્યુ સાવ અજાણી છોકરી એ પણ અમને જાણી લીધા . શું એટલા અમે ટ્રાન્સપરન્ટ છે ?