રિવર ફ્રન્ટ પર અટલ બ્રીજની મુલાકાત લીધી. ટિકિટ એડલ્ટ માટે 30 ફ્લાવર પાર્ક સાથે 40. પણ સિનિયર સિટીઝન માટે 15. ફ્લાવર પાર્ક સાથે 20,
બે રસ્તે જવાય. વી.એસ. સ્મશાન થી સહેજ આગળ મોટું કાર પાર્કિંગ છે ત્યાં કે ટાઉનહોલ સિગ્નલ થી દાળિયા બિલ્ડિંગ ના રસ્તે.
બ્રિજ પર બરાબર 300 મીટર ચાલવાનું છે એક થી બીજા છેડે. મેં 4 આંટા માર્યા એટલે 1.2 કિમી. વોક.
ખૂબ સ્વચ્છ અને રમણીય જગ્યા છે. ભીડ સારી એવી રહે છે. વચ્ચે હમણાં સ્કાય વોક માં જોયેલું તેમ કાચનું તળિયું ને નીચે વહેતી નદી દેખાય. સામે એક તરફ જમાલપુર કદાચ કેલિકો સ્મશાન નજીક ને બીજી તરફ જુનો ફ્લાવર શો ને કાઈટ ફેસ્ટિવલ થાય છે ત્યાં.
સફેદ થાંભલાની કમાન રંગબેરંગી પતંગો જેવી છે. વચ્ચે બેસવા અને ફોટો પાડવા પોઇન્ટસ પણ છે. બેસવાના ગોળ બાંકડાઓ વચ્ચે ચંપો અથવા લાલ પાનની કોઈ વનસ્પતિ અને પીળી પટ્ટી વાળા પ્લાન્ટમાં લાઈટો પણ છે. કહે છે રાત્રે લાઇટમાં વધુ મઝા આવે છે. વચ્ચે 150 મીટર પર હેવમોર નું કાઉન્ટર અને બીજું કાઈટ ઇટરી નામે છે ત્યાં પીઝા ને એવું પણ મળે છે. ઊભવા ને ઠંડો પવન ખાવા, મોટા slant થાંભલાઓ વચ્ચેથી વ્યુ જોવાની મઝા જ અલગ છે.
ટિકિટ ઉપર 10 રૂ. બીજા ખર્ચી ફ્લાવર પ્રદર્શન પણ જોવું. દુબઈ માં થોડા વધુ ફૂલો હશે પણ 600 રૂ જેવી ટિકિટ હતી. ભૂરા છાપરા વાળું ગ્રીનહાઉસ પણ કર્યું છે ફૂલો માટે અને ફુવારો પણ સરસ છે. અર્ધા કલાક માટે ટિકિટ હોય છે પણ કોઈ ના નથી પાડતું. બહુ ભીડ વધે તો વહેલા આવેલાઓને જવા વિનંતી કરે.
સાંજ વિતાવવા સહકુટુંબ જવા જેવી ખૂબ સરસ જગ્યા .