ગુજરાત અને ચુંટણી...
"દેશમાં પોતાનું અસ્તિત્વ બચાવવા ગુજરાત અને ગુજરાતીના અસ્તિત્વ અને અસ્મિતા ને ખતમ કરવાનું કાવતરું માત્ર છે બસ."
તમામ પક્ષો ને ખબર છે ગુજરાતમાં મેળ પડવાનો નથી ,પણ અરાજકતા જરુર ફેલાવીએ, લોકોને બાગી બનાવવાનો પ્રયાસ કરીએ, વર્ષભર ગુજરાતને અને ગુજરાતીઓને બદનામ કરવાના ,ગાળો આપવાની ..
"ગુજરાતવાલો તુમ મેરા કુછ નહિ ઉખાડી શકતે" જો કરના હે કરવો આવું કહેનારા ગુજરાત માં જીતવા નહિ ગુજરાતની અસ્મિતા ખતમ કરવા આવ્યા છે, માત્ર ગુજરાત ના બે અડિખમ સિંહ જેમને દેશ અને વિદેશ માં ગુજરાતનો ડંકો વગાડ્યો છે એને પાડવા ગુજરાત અને ગુજરાતી નોજ ઉપયોગ કરવા નીકળી પડ્યા છે , ચુંટણી આવી ને જતી રહેશે જીતશે પણ ભાજપ જ પણ એક ગુજરાતી તરીકે મનમાં એ ધૃણા ના રહી જાય એક ગુજરાતી તરીકે ગુજરાતને પાડવામાં અમે હતા. દેશમાં પોતાનું અસ્તિત્વ બચાવવા ગુજરાતીના અસ્તિત્વ ને ખતમ કરવાનું કાવતરું માત્ર છે બસ.
દેશ ફરી આવો વિદેશ ફરી આવો છો તમને ગુજરાત જ સારું એ વાત નો અહેસાસ ના થાય તો કહેજો, અહિયાં સુખ ,શાંતિ સલામતી, સમૃદ્ધિ ,ભાઈચારો બધું જ છે અને એજ કારણોસર ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો દેશ અને વિદેશ માં છે , આ મોનોપોલી તોડવા આ ગેંગ અહિયાં આવી છે ..આ બધા આંદોલન એકાએક ઊભા નથી થયા પ્લાન અને સીફતપુર્વક કરવામા આવ્યા છે ..
" ગુજરાત અને ગુજરાતીનો વટ ભાંગવા ગુજરાતીનો જ ઉપયોગ માત્ર છે "
બાકી " પાઘડીનો વળ છેડે "