*આજે ચોથું શ્રાધ્ધ* ૧૩-૯-૨૦૨૨
આજે ચોથું શ્રાધ્ધ
મારાં વીરા નું શ્રાધ્ધ
ભાઈ ઓ ભાઈ
ભાઈ ભૂલું કેમ હું ઋણ
તમારાં વિના સૂની સૂની
આ બહેનની ડેલી
જીતેશભાઇ તમે તો
જીવન જીવતાં શિખવાડી ગયા
વીરા તમારાં વગર બધું સુનમુન છે
દિલથી પ્રણામ કરું છું ભાઈ
આપ જ્યાં પણ નવાં અવતારે હો
ઈશ્વર ને પ્રાર્થના કરું છું
આપ સ્વસ્થ રહો ખુશ રહો
આપની દરેક મનોકામના પૂર્ણ થાય
ભાઈ ઓ ભાઈ.
ભાઈ વાત મારી તમે સાંભળો
રડી પડે દરેક બાળકો
ને રડે અમારું હૈયું
થયું છે બધું સૂનું સૂનું વીરા
અણધારી આવી જુદાઈ રે
ઈશ્વરે અમારી સાથે કરી છે અંચાઈ રે
ભાઈ ઓ ભાઈ
ભાઈ ના ભૂલું તમારાં ગુણ
તમારી સૂરત રહી હવે હ્રદયમાં
રોઈ રોઈ આંખો અમારી થાકી રે
તમને જોવા માટે આકાશમાં તાકી રે
ભાઈ કોણ જુએ અમારી વ્યથા
તમને ભાળું સાક્ષાત આંગણે
કોટિ કોટિ વંદન કરું છું વીરા
ભૂલચૂક માફ કરજો ભાઈ
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖