અર્થવ અને તેની મમ્મીની ગપસપ :
અર્થવ : ચપ....ચપ.....ચપ.....
મમ્મી : અરે, કેમ આવું બોલે છે?
અર્થવ : ચપ......ચપ.....ચપ.....
મમ્મી : અરે સાંભળો છો, અર્થવના પપ્પા. આ કયારનોય ચપ...ચપ....ચપ.... બોલબોલ કરે છે. કયાંથી શીખે છે આ?
પપ્પા : તારી યાદશક્તિ પર જોર આપ. રોજ રાતે તુ જ ગીત સંભળાવતા ચપ...ચપ....ચપ... કરે છે.
(યાદ કરવાની કોશીશ કરે છે. પણ યાદ નથી આવતું. આખરે અર્થવના પપ્પા યાદ કરાવે છે.)
પપ્પા :
‘‘એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પેહરી ફરવા ગઇ,
કાંકરીયામાં ફરવા ગઇ, કાંકરીયામાં મગર, બીલ્લીને આવ્યા ચકક,
સાડીનો છેડો છુટી ગયો, મગરના મોંમાં આવી ગયો,
મગર બિલાડી ખાઇ ગયો. ચપ....ચપ.....ચપ......’’
(આ સાંભળી અર્થવ ફરીથી ચપ....ચપ.....ચપ...... કરવા લાગ્યો અને તેના મમ્મી અને પપ્પા હસી પડયા.)
મમ્મી : ઓહહહ.... તો ચપ...ચપ.....ચપ....નો આવીસ્કાર તો મે જ કર્યો છે.
- પાયલ ચાવડા પાલોદરા