સિધ્ધપુર'માં 'માતૃશ્રાદ્ધ'નું મહત્વ Part 3🌷🌹💐❤️🙏🏻
---➖➖➖🕉️➖➖➖---
કાગડાનું મહત્વ : ગરૂડ પુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણાવ્યો છે. કાગડામાં 'ટેલીપથી' (સામાવાળાનાં) વિચારો જાણી લેવાની અદ્ભૂત શક્તિ હોય છે. મૃત વ્યક્તિના પ્રાણસૂત્રને તે ઓળખે છે. આથી જ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે. ગાયને માતાનું સ્વરૂપ આપેલ છે. બ્રાહ્મણો દેવતાઓનું પ્રતિનિધિત્વ ગણાય છે. આથી આ બધાને જમાડવાનું વિધાન પ્રચલિત છે.
શ્રાદ્ધ આપણો સાંસ્કૃતિ વારસો છે. તેથી કૃતજ્ઞા ભાવે પૂજન કરી પિતૃઓનાં નિમિત રૂપે સત્કાર્યો કરી સેવા કાર્યો કરી. રાષ્ટ્રભાવોની સેવા કરી. દીન દુ:ખી ઓને યથાશક્તિ મદદ કરીને જીવનને કૃતકૃત્ય બનાવવાનું છે.
માનવજીવન અને આપણી સંસ્કૃતિને શ્રદ્ધાથી માતૃઋણ-માતૃભૂમિના ઋણમાંથી મુક્ત થવું એજ આનો ઉદ્દેશ અને પવિત્ર ધ્યેય છે.
- ડો. ઉમાકાંત જે.જોષી