Gujarati Quote in Religious by Deepak Vyas

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિધ્ધપુર'માં 'માતૃશ્રાદ્ધ'નું મહત્વ Part 1 🌷🌹💐❤️🙏🏻

---➖➖➖🕉️➖➖➖---

ભાદરવાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓનાં સ્મરણ તર્પણનાં દિવસો શ્રાદ્ધનાં દિવસો ગણાય છે. શ્રાદ્ધ એટલે 'શ્રદ્ધાયા યાયત્ ક્રિયતે- તત્- શ્રાદ્ધમ્ । શ્રધ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે. તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધકર્મ' એક યજ્ઞા સ્વરૂપનું જ કાર્ય છે.

શ્રાદ્ધપક્ષને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવાનાં કૃષ્ણ પક્ષનાં દિવસે પોતાનાં પિતૃઓને યાદ કરી સ્નાનાદિ કરીને દેવતાઓ -બ્રાહ્મણ-ગાયમાતા - કુતરા- કાગડા વિગેરેને દૂધની બનાવટોને પૂજા ક્યાંય પછી અર્પણ કરવાનો વિધિ છે. અર્થર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશીમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અપર્ણ કરવાથી દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ ઉપરાંત યાજ્ઞાવલ્કલ સ્મૃતિ અને યજ્ઞાસ્મૃતિમાં જોવા મળે છે કે આ સોળ દિવસમાં પિતૃસ્મૃતિ માટે વિશેષ પૂજા અને દાન કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત બ્રહ્મપુરાણ નારદપુરાણ, સ્કંદપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃઓ શ્રાધ્ધપક્ષ દરમ્યાન પિતૃઓ પોતાના વંશજોને જોવા આવે છે અને તર્પણ ગ્રહણ કરી પાછા ફરે છે.

શ્રાદ્ધ કોણ કરી શકે ? તે માટે વિષ્ણુપુરાણ- નારદપુરાણ- સ્કંદપુરાણ શ્રાધ્ધનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે મૃત્યુ વ્યક્તિનો પુત્ર કે પુત્રી શ્રાદ્ધકર્મ કરી શકે છે. જો પૂત્ર-પુત્રી ન હોય તો તેમની પત્ની પિંડદાન કરી શકે છે. અને જો તે પણ ન હોય-મૃત્યુ પામેલી હોય તો ભાઈ-ભત્રીજી કે મામાનો દિકરો પણ આ શ્રાદ્ધ કરી શકે છે. જો સ્ત્રી મૃતનું શ્રાદ્ધ નવમીની તિથીએ જો મૃત બાળકનું શ્રાદ્ધ બારસના દિવસે અને અન્ય માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવું. આ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ પક્ષનાં સોળ દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાથી સુખ- સમૃદ્ધિ- અને પિતૃઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. આ માતૃઋણ-પિતૃઋણમાંથી મુક્ત થવાય છે.

ગયા જે બિહારમાં આવેલું છે. ત્યાં પિતૃ પક્ષનું શ્રાદ્ધ-તર્પણ ઉતમ ગણાય છે. ગયા મા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી કસસીધુ મોક્ષ મળે છે. તેવું ગરૂડ પુરાણનું વિધાન છે. ગયા ને ભગવાન વિષ્ણુનું નગર માનવામાં આવે છે આને મોક્ષની ભૂમિ પણ કહેવાય છે. આવું વિષ્ણુ પુરાણમાં કહેલ છે. ભસ્માસુરના વંશજ ગયાસુરે દેવતાઓની આજ્ઞાાથી શિલા રૂપે ગયામાં સ્થિર થયો. અને વિષ્ણુનાં વરદાનથી સ્થાપિત થઈ બધા દેવતાઓ અપ્રત્યક્ષ રૂપે ત્યાં રહ્યા અને વિષ્ણુનાં આશિર્વાદથી શિલા રૂપે ત્યાં રહીને દરેકને તેના દર્શન માત્રથી પિતૃઓના મોક્ષની માંગણીથી તે પવિત્ર સ્થાન બની ગયું. ભગવાન શ્રીરામે પોતાનાં પિતાનું શ્રાદ્ધ અને તર્પણ તથા પિંડદાન ગયામાં કરીને તેને મોક્ષ આપાવ્યું હતું. ત્યારથી પિતૃપક્ષનાં શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ ગણવામાં આવે છે. આથી પિતૃપક્ષની મુક્તિ માટે વિષ્ણુનું સ્થાન ગયા ને ઉત્તમ ગણવામાં આવે છે.

Gujarati Religious by Deepak Vyas : 111831529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now