Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક-"સાથી"

હા નહીં ને ના પણ નહીં કેવો તમારો એકરાર, સાથી!
તમારી નજર ને મુસ્કાનમાં જોયો અમે પ્યાર, સાથી!

ના દેખું એક દિવસ તો દિલ બની જાતું હતું બેકરાર
જે દિવસે જોઉં તમને તે'દિ બનતો તહેવાર, સાથી!

આમ તો ધડકતું રહેતું કાયમ દિલ તમારા નામ પર
આવી જતાં સામે તો ચૂકી જવાતો ધબકાર, સાથી!

સમયની કારમી થપાટે વિખૂટા પડ્યા હતાં બે દિલ
પછી આંખોમાં વધ્યો ફક્ત સદાનો ઇંતેજાર, સાથી!

કોરાપણું છવાઇ ગયું છે ભીતરમાં આતે કેવું "વ્યોમ"
બહાર તો વરસતો હતો વરસાદ અનરાધાર, સાથી!


...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111831467
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now