🌹સુપ્રભાત 🌹

અમે જુદી માટીના માણસ,
ભૂરી, શ્વેત, રાતીના માણસ. 🇺🇸

વર્ણ નહીં, વિચારથી વર્તાય,
ઊંચ-નીચ જાતિના માણસ.

અંગીકાર છે અંગ્રેજીનો,
હૈયે તો ગુજરાતીના માણસ.

તમે ખંજર પીઠમાં હુલાવો,
અમે સામી છાતીના માણસ.

કવિ- શ્રી જયદીપ નાણાંવટી
ન્યુ જર્સી,અમેરિકા

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111830955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now