હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે
જ્યાં બેસણા દેપાણી પરીવારના સંતનાં રે.
ભેભરા ડુંગરે આરાધનો અલખ જગાયો રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
ભાદરવાની ચૌદસે થાવરડાડા આવીયા રે.
ભોપાવાંઢથી ભક્તો બધાં દર્શને હાલ્યા રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
આવ્યો અવસર ડાડાનો એને વધાવીએ રે.
વગાડો ઢોલ, નોબત નગરા ને શરણાયુ રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
થાવરભોપાએ ભક્તોને પરચા પૂર્યા અપાર રે.
મનના રહેલા ઓરતા તમે પુરા બધા કર્યા રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
જપે જાપ સમગ્ર રબારી સમાજ આપનું રે.
થાવર દેવ તમે સંકટ હરો દેપાણી કુળના રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
કરજો અમારા રખોપાં તમે થાવર ભોપા દેવ રે.
વિનવે નર તમને શરણે આવેલા ને તારજો રે.
હાલો હાલો જુલરાઈ ધામ જઈએ રે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા