તમે આવો ને દુંદાળા મારાં દેવ
ગણપતિ આવોને..
તમને ફૂલડે વધાવું મારાં દેવ
ગણપતિ આવોને..
રિધ્ધિ સિધ્ધિનાં તમે દાતાર દેવ છો,
વિઘ્ન હર્તા તમે સૂંઢાણા દેવ છો,
તમે પાવન કરો ને પગથાર,
ગણપતિ આવોને...
તમે આવોને.. દુંદાળા મારાં દેવ
ગણપતિ આવોને..
શુભ કામમાં તમે પ્રથમ પૂજાવ છો,
આવેલાં કામ સઘળાં સફળ કરો છો,
તમે આવીને શોભાવો રૂડાં ધ્વાર,
ગણપતિ આવોને...
તમે આવોને.. દુંદાળા મારાં દેવ
ગણપતિ આવોને..
લાડુનો ભોગ પ્રભુ તમને ધરાવું,
ફૂલડાં પરોવી તમને હાર પહેરાવું,
તમને ચોખલીએ વધાવું મારાં દેવ,
ગણપતિ આવોને...
તમે આવોને દુંદાળા મારાં દેવ,
ગણપતિ આવોને....