પ્રેમ ની પરિભાષા ૩
ધારાવાહિક
રોબી : (રોબી વિચારોના વાદળો માં ગેરાયેલો છે.અને શાંતિ થી બેસી મે કંઈ વિચાર કરે છે.ત્યાં રાહુલ આવીને કહે છે કોલેજ માં એક નવી છોકરી આવી છે, એ બહુજ સુંદર છે.અને બધા એણે જોઈ રહ્યાં છે.રાહુલ કહે છે કે..)
રાહુલ : oyee રોબી સુન ! શું છોકરી છે યાર અને તારા જેવી બાઈક છે એની પાસે, અને બધાં એનાં સ્ટંટ નાં વિડિયો બનાવી રહ્યાં છે. ચાલ યાર જોવા.
રોબી: થઈ ગયું તારી બક્વાસ, એમ પણ છોકરી સિવાય કોઈ બીજી વાત તારી પાસેથી આશા રખાય નહીં ને! ચાલો હવે આવું છું, તમારી જોડે ( કડક શબ્દો માં બોલે છે)
(કોલેજ નાં ઘણાં છોકરા અને છોકરીઓ કેમ્પસ માં જોવે છે કે, પેલી છોકરી પોતાનું હેલ્મેટ ઉતારે છે. લાંબા વાળ, તેજ તરાર એની આંખો લાંબી અને એની personality એવી કે એની ઉપર થી નજર હટે નહિ ક્યારે પણ.
રોબી : hey! Hi Shiva . Heru?
I miss you buddy 🤗.
Shiva: huge કરતાં કહે છે. I miss you રોબી.
રોબી : ચલ તું મારા જોડે તને કોલેજ દેખાડું મારી .
Shiva: હાથ પકડતા એની સામે જોતા કહે છે yes sure chale.
રોબી: ok.
(બંને chup-chap જતાં હોય છે. ત્યાં લોકો નો અવાજ આવે છે કોઈ બેહોશ થઈ ગયું છે રસ્તા માં ત્યાં શિવા ની નજર પડે છે એ બેહોશ માસી ની.ઉપર અને શિવા ચિંતા એના ચહેરા ઉપર રોબી વાંચી લે છે.)
રોબી : તું તો પહેલીવાર ભારત આવી છો ને શિવા.
શિવા: હા !
રોબી: તો તને ગૌરી ની મમ્મી માટે ચિંતા કેમ થાય છે
શિવા: કારણ કે...એ ફક્ત ગૌરી ની નહીં પરંતુ મારી પણ જન્મદાતા છે.
રોબી : શું વાત કરે છે. પણ હું સમજી નથી રહ્યો પૂરી વાત આખરે છે શું.
શિવા : હું તને કહું છું.
મારી પાલક માતા અને મારી જન્મદાતા બને સગી બહેનો છે.અને દેરાણી જેઠાણી પણ છે.
વીણા બેન મારી પાલક માતા એમણે ત્રણ વાર ગર્ભ રહ્યું પણ કંઈ કારણો વશ મિસકેરેજ થઈ ગયું. સ્થિતિ એવી થઈ કે હવે એ ક્યારે ગર્ભવતી નહિ થઈ શકે એ ન્યુઝ મારી માતા મીના બેન એ સાંભળ્યા. મારી માતા મીના બેન ઘરમાં બધાને કહેવાના હતા કે મને જુડવા બાળકો થવાના છે પણ ત્યાં તો વીણા નાં આ સમાચાર સાંભળતા એ તૂટી ગયા.માસી ને કોઈના મેણા ટોણા સભળવા નાં પડે એટલે એમણે માસી પાસે ગર્ભવતી નું નાટક કરાવ્યું. પણ મારી માતા ને આપણે ખ્યાલ હતો નહિ કે એમની બેન એમણે દગો કરી શકે છે. મારી માતા મીના ને હતું કે બને બાળકો એક ઘરમાં રહેવાના છે, મારી દીકરી મારા સામે રહેવાની છે. લગભગ બે વર્ષ બધું બહું સરસ ચાલ્યું. મારા કાકા બહારના દેશ માં જોબ ની તૈયારી કરી રહ્યાં હતાં. પણ એમણે ક્યારે ખબર નહિ પાડવા દીધી કે એ વીણા માસી અને મને પણ લઈ જવાના છે. અને એક દિવસ રાતે એમણે લઈને નીકળી ગયા.