ગુરુપર્વ
જેના થકી દુનિયા નિહાળી
આંગળી પકડી પગલી માંડી
પુસ્તકોની પાંખમાં બેસાડી
જ્ઞાનની ગંગા વહાવી
વિદ્યાના સ્તોત્રો રેલાવી
મા સરસ્વતીની કૃપા વરસાવી
ભુલોને નજરઅંદાઝ કરી
પથદર્શક બની દિશા ચીંધી…
સ્નેહભર્યા આ સંબંધને
મુલવું આજ દિલથી નમન કરી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111830195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now