Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Today's Youth Part 3


ત્યાં કિનારે બેસી, મારી સામે જોઈ બોલ્યા, “ જો ત્યાં થોડા ફૂલ ખીલ્યા છે. ત્યાં પતંગિયા પણ છે અને ભમરા પણ. એ કોઈની નોકરી કરે છે? ના, એ પોતાની મૌજથી પોતાનું કામ કરે છે. ફૂલો પાસે જઈને મધ એકઠું કરે છે. જે કરે છે તે પોતાના માટે કરે છે. એતો ભણેલા નથી, પણ તું તો ભણેલો છે. પોતાનું કૈંક કર, તને જે ગમે, તે કામ કર.”

“દીકરા, હું તો બહુ ભણેલો નથી, પણ એક વાત સમજુ છું કે, તારી ડીગ્રી અને તારું ભણવાનું તને જો આત્મવિશ્વાસ ના આપી શકે, તો આટલા વર્ષ નો અભ્યાસ શું કામનો? દીકરા, કોઈપણ કામ નાનુ નથી... તુ કોઇપણ કામ કર, બસ ઈમાનદારીથી કર, બાકી હું બેઠો છું. ઘર તો ચાલશે. તું તારા પગ પર ઉભો થા.” એમણે મારા ખભે હાથ મુક્યો. બસ સાહેબ, એ દિવસે મારી જિંદગી, મારો વિશ્વાસ, મારા વિચાર બદલાઈ ગયા.

એક નાની જૂની લારી ખરીદી, અને ચા બનાવવાની શરૂઆત કરી. આ કોલેજ પાસે છોકરાઓ આવે, એમને સરસ મજાની ચા, સાથે ભજીયાનો નાસ્તો હું પૂરો પાડતો. હમેંશા મેં સારી ક્વોલીટી પર ધ્યાન આપ્યું. સાંજ પડે, લારી હાઇવે પર લગાવતો, ત્યાં આવતા જતા ટ્રકવાળા ને સારી ચા પીવડાવતો. ધીમે-ધીમે મારા ગ્રાહકો બંધાવા લાગ્યા. મારી આવક પણ થતી ગઈ. કોલેજ પાસે, આ જમીનનો નાનો ટુકડો ખરીદ્યો, આ નાનુ ઢાબુ બનાવ્યું. હવે અહિયાં, ચા, નાસ્તો અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને માટે જમવાનું શરુ કર્યું. ત્યાં, હાઇવે પર પણ એક નાની જગ્યા ભાડે રાખી અને એક નાની હોટેલ બનાવી છે. આજે આ જગ્યાએ, ત્રણ માણસો અને ત્યાં હાઇવે પરની હોટેલમાં છ માણસો કામ કરે છે. સાહેબ, અમારા ગામમાં મેં લગ્નો અને અન્ય પ્રસંગોમાં કેટરિંગની સેવા આપવાની પણ ચાલુ કરીછે. નજીકનાં ત્રણ ગામમાં થી હું દૂધ લાવું છું. દૂધમાં થી દહીં, ઘી અને મઠો બનાવી નજીક શહેરમાં સપ્લાય કરું છું. બે વર્ષ પહેલા જ એક ટેમ્પો વસાવ્યો છે.”

સાહેબ, ત્યાં જોવો, પેલો ફોટો મારા પિતાજીનો છે,એ ગયા વર્ષે દુનિયા છોડી ગયા, પણ એમનું વાક્ય મેં એમના ફોટા નીચે લખાવેલું છે. “ કોઈ પણ કામ નાનુ નથી, બસ ઈમાનદારી થી કરો.”

Gujarati Motivational by Deepak Vyas : 111830080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now