સ્થિતપ્રજ્ઞ એટલે શું ? તમને જન્મ દેનારી વૃદ્ધ મમ્મી હોસ્પિટલ માં જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હોય ને તમે હાથ માં ચા નો કપ લઇ ને લેપટોપ માં આ લખી રહ્યા છો . તમારા મન માં જરા પણ ઉચાટ નથી કે ગભરાટ નથી . જે થશે એ ઈશ્વર ની મરજી મુજબ જ થશે . ઈશ્વર નો નિર્ણય તમને સ્વીકાર્ય છે એટલે તમે કશું માંગતા પણ નથી કારણ તમે જાણો છો એ જે કરશે એ જીવ ના ભલા માટે શ્રેષ્ઠ હશે.