અઢળક લાગણીઓ છે તારા માટે...
તું વાતોમાં કેમ માપી શકીશ...
ક્ષણે ક્ષણ મોહતાજ તારા અણસાર માટે...
તું આંખો થી કેમ પામી શકીશ...
સપનાઓની વણઝાર છે આપણા માટે...
તું નીંદરમાં કેમ માણી શકીશ...
પ્રેમનો પર્યાય છે તું મારા માટે ...
તું શબ્દોમાં કેમ શોધી શકીશ...
તું પણ ' હું ' જ છે મારા માટે....
તો હું બની ને કેમ જીવી શકીશ ...
-Tru...