શીર્ષક - "દુઃખ જીવનમાં ઓછાં નથી હોતાં"
દુ:ખો જીવનમાં કોઇને ઓછાં નથી હોતાં;
સુખ દુઃખ છે પર્યાય એ નોખાં નથી હોતાં;
જેવાં જેના કર્મ દરેકને મળે છે એવાં ફળ,
એના ક્યાંય પણ લેખાં જોખાં નથી હોતાં;
અપેક્ષાઓ ઘણી હોય છે સૌને જીવનથી,
પરિશ્રમ ફળે છે, એના પરચા નથી હોતા;
સાથ છોડવો હોઇ શકે ક્યારેક મજબૂરી,
હાથ છોડનાર કાયમ બેવફા નથી હોતા;
લગાવ જેમનાથી લાગે છે "વ્યોમ", પણ
મળે એ દરેકને એવા નસીબા નથી હોતાં;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).