Urvish Kothari સરના શબ્દોમાં મારી લાગણી.
ગર્ભવતી મહિલા પર સામુહિક બળાત્કાર કરનારા અને મહિલાના પરિવારની હત્યા કરનારા ગુનેગારોની બાકીની સજા માફ કરવી કે ન કરવી, તેનો છેવટનો નિર્ણય ગુજરાતની ભાજપ સરકારનો હતો. તેને સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબનો ગણાવવો એ જૂઠાણું છે અને અદાલતનું અપમાન કરવા બરાબર છે.
ભાજપના કેટલાક સભ્યો અને સરકારી (એટલે કે લોકોના) નોકરો ધરાવતી સમિતિએ સામુહિક બળાત્કાર કરનારાની અને હત્યારાઓની બાકીની સજા માફ કરવાનું ઠરાવ્યું. ગુજરાતમાં ભાજપની સરકારે તે નિર્ણયને મંજૂરી આપી દીધી.
આ નિર્ણય ભાજપી નેતાગીરીનો છે. હજુ સુધી ગુજરાતી-ભાજપી વડાપ્રધાન અને ગૃહપ્રધાન આટલા શરમજનક નિર્ણય વિશે કશું બોલ્યા નથી.
ગુનેગારોના હારતોરા કે બ્રાહ્મણવાળા નિવેદન કરતાં અનેક ગણી વધારે શરમજનક અને ભયંકર બાબત સરકાર જેવી સરકારે મંજૂર કરેલી માફીની છે.
સરકારે જાહેર કરેલી માફી ચુપચાપ સ્વીકારી લઈને, તેના પ્રત્યે આંખ આડા કાન કરીને કે મૂળ મુદ્દાને આડા પાટે ચડાવીને, આપણે પણ તે દુરાચારમાં સીધા કે આડકતરા સાગરીત બનીએ છીએ.
હું સરકારના તે ભયંકર અને ગુજરાતને મોટું કલંક લગાડનારા નિર્ણયનો, કોઈ પણ ‘જો’ અને ‘તો’ વિના, સંપૂર્ણ-આકરો-અહિંસક વિરોધ કરું છું.
તમને યોગ્ય લાગે તો તમે પણ તમને યોગ્ય વાગે તેવી અહિંસક-કાનુની રીતે તે નિર્ણયનો વિરોધ કરશો.
(જે લોકો સંમત હોય તેમને જણાવવાનું કે ફેસબુક ઉપરાંત વોટ્સએપ જેવાં માધ્યમો પર પણ આ લાગણી શેર કરી શકો છો.)